ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે વાગરા પોલીસ મથકના કેબલ ચોરીના ગુનામાં 2 વર્ષથી વોન્ટેડ આરોપીની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે  વાગરા પો.સ્ટે.માં કેબલ ચોરીના ગુનામા બે વર્ષથી વોન્ટેડ જાકીર ઉર્ફે જેકી પઠાણ

New Update
aaro

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

દરમ્યાન બાતમી મળી હતી કે  વાગરા પો.સ્ટે.માં કેબલ ચોરીના ગુનામા બે વર્ષથી વોન્ટેડ જાકીર ઉર્ફે જેકી પઠાણ વાગરા ટાઉન હનુમાન ચોકડી પાસે જોવામાં આવેલ છે.
જેથી એલ.સી.બી ટીમ દ્વારા વોચ કરી આરોપીને હનુમાન ચોકડી પાસેથી ઝડપી પાડી પુછપરછ હાથ ધરતા આરોપીએ  કેબલ ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની કબુલાત કરતા તેના વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીઝર કોડની સલંગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વાગરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.આરોપીએ 2 વર્ષ અગાઉ પખાજણ ગામ પાસે આવેલ યશો ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાથી કેબલની ચોરી કરી હતી.
Latest Stories