New Update
/connect-gujarat/media/media_files/2025/06/26/img-20250626-wa0007-2025-06-26-09-41-34.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમની રચના કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી એલ.સી.બી ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે નાસતા ફરતા આરોપીઓ પકડવા વર્ક આઉટ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે, ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોબીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી વિરેન્દ્રસિંહ રાજપુત રહે.રાજસ્થાન હાલ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં જોવામાં આવ્યો છે અને આ આરોપી નાસતો ફરતો હોય ભરૂચ કોર્ટ દ્વારા કીમીનલ પ્રોસીજર કોડની સલંગ્ન કલમ મુજબ તેનુ ધરપકડ વોરન્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. જેથી એલ.સી.બી.ટીમે અમદાવાદ પહોંચી આરોપી વિરેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી.આરોઇ અન્ય 3 ગુનાઓમાં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.