New Update
/connect-gujarat/media/media_files/2025/08/14/guj-2025-08-14-09-28-05.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગુલા ફળીયા ગામનો શશીકાંત હરીસીંગ વસાવા કાર નંબર- GJ-16-DP-7157 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી શીયાલી ચોકડી થઇ માલપોર થઇ અંધાર કાછલા તરફ જનાર છે જે બાતમીના આધારે અંધાર કાછલા ગામ પહેલા આવતા ઢોળાવ પર રોડ પર બાતમી વાળી કાર આવતા તેને અટકાવી અંદર તપાસ કરતા વિદેશી દારૂની મોટી બોટલ તથા બીયર ટીન નંગ- ૮૪ કી.રૂ. ૫૩,૭૬૦/- તથા વેગેનાર ફોર વ્હીલ ગાડી નંબર- GJ-16-DP-7157 કી.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૫,૫૩,૭૬૦/- નો મુદ્દામાલ સાથે આરોપી શશીકાંત હરીસીંગ વસાવા રહે, ગુલા ફળીયા ગામ તા- ઝઘડીયા જી-ભરૂચની ધરપકડ કરવામાં આવી હતી.આ મામલામાં પોલીસે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.
Latest Stories