New Update
/connect-gujarat/media/media_files/2025/09/27/jjj-2025-09-27-09-21-19.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ આધારે બાતમી હકિકત મળી હતી કે અંક્લેશ્વર શહેરના ગડખોલ ખાતે થયેલ મોબાઈલ ચોરીમાં સંડોવાયેલ શંકાસ્પદ ઇસમો હાલ સાબરકાંઠા ખાતે આવેલ લાંબડીયા ગામમાં હાજર છે.
જેથી એલ.સી.બી.ની એક ટીમને સાબરકાંઠા ખાતે મોકલી આપી આરોપીની વોચ તપાસમા રહી બે ઈસમોને ચોરીમા ગયેલ મોબાઈલ સાથે પકડી પાડી તે બન્નેની વારા ફરથી મોબાઈલની માલીકી વિશે પુછતા તેઓ કોઇ પુરાવાઓ રજુ કરી શક્યા ન હતા. જેથી બન્ને આરોપીઓએ ચોરી અંગેની કબૂલાત કરી હતી.પોલીસે જગદીશ રણછોડભાઈ તરાલ રહે. રૂપત ફળિયું દુતડ ગામ તા. પોશીના જી.સાબરકાંઠા અને અવિનાશ રમેશભાઈ પ્રજાપતિ રહે. લાંબડીયા ખોલી ચોકની બાજુમાં તા.પોશીના જી.સાબરકાંઠાની ધરપકડ કરી છે.
Latest Stories