ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે દહેગામમાંથી શંકાસ્પદ ડિઝલના જથ્થા સાથે 2 આરોપીઓની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે દહેગામ પાતાળકુવા ફળીયામાં રહેતા મોહસિન પોપટે તેના ઘરની બાજુમાં આવેલ ડેલામાં પ્લાસ્ટીકના કારબામાં

New Update
thmb-Recovered
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે દહેગામ પાતાળકુવા ફળીયામાં રહેતા મોહસિન પોપટે તેના ઘરની બાજુમાં આવેલ ડેલામાં પ્લાસ્ટીકના કારબામાં શંકાસ્પદ ડીઝલનો જથ્થો સંતાડી રાખ્યો જેના આધારે  રેઈડ કરતા બે ઈસમોને અનઅધિકૃત સંગ્રહીત નાના-મોટા કુલ ૧૧ કારબામાં કૂલ ૩૦૦ લીટર ડીઝલ સાથે પકડી પાડી તેઓ પાસે ડીઝલ સંગ્રહ કરવા બાબતે આધાર પુરાવો રજુ કરવા જણાવતા કોઇ આધાર પુરાવો રજુ નહિ કરતા બંને ઈસમો વિરુધ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.પોલીસે  મોહસીન ઉમરજી મુસા પોપટ અને  મોહંમદ મોહસીન તસ્લીમ આલમની રૂ.37 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories