ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ  સિકલીગર ગેંગના 2 રીઢા ચોરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતાં બે સિક્લીગરને ઝડપી પાડ્યાં છે. નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ત્રાલસામાં શખ્સોએ બંધ મકાનનો નકુચો તોડી સોના-ચાંદીના

New Update
ccc

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતાં બે સિક્લીગરને ઝડપી પાડ્યાં છે. નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ત્રાલસામાં શખ્સોએ બંધ મકાનનો નકુચો તોડી સોના-ચાંદીના દાગીનાં અને રોકડ મળીને રૂ.1,87,500ની ચોરી કરી હતી.

આ ચોરીમાં સંડોવાયેલ જસબીરસિંહ ટાંક અને તેજીન્દરસિંહ સરદાર ભરૂચથી દહેજ તરફ  બાઇક પર જઈ રહ્યા છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે  ભરૂચ-દહેજ રોડ પર એક્સપ્રેસવે નીચે વોચ ગોઠવતા બાતમીવાળી બાઇક સાથે બંને શખ્સો ઝડપાઈ ગયા હતા. તેમની તપાસ કરતાં ચાંદીનો ઝુડો અને રોકડ મળી આવી હતી. બંનેની સઘન પુછપરછ દરમિયાન બંને શખ્સોએ ત્રાલસા ગામની ચોરી સહિત ઓગસ્ટ 2025માં ભરૂચ શહેરની હિતેષનગર સોસાયટીમાં કરેલી બીજી ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી.બંને આરોપીઓને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા છે. બંને આરોપીઓ રાત્રિના સમયે બાઈક લઈને નીકળતાં હતાં અને બંધ મકાન દેખાય તો તેનું તાળુ ડીસમીસથી તોડી નાખતા હતાં. ઘરમાંથી ચોરી કરી મુદ્દામાલ સરખા ભાગે વહેંચી લેતાં હતાં

Latest Stories