ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબિશનના કેસમાં 1 વર્ષથી ફરાર આરોપીની વાલિયાના પથ્થરીયા ગામેથી કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે સુરત ગ્રામ્યના ઉમરપાડા તાલુકાના વાડી ગામે

New Update
guj
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે સુરત ગ્રામ્યના ઉમરપાડા તાલુકાના વાડી ગામે એક વર્ષ અગાઉ પ્રોહીબિશન કટીંગ પકડાયેલ જેમાં વાલીયા તાલુકાના પથ્થરીયા ગામનો કીરીટ વસાવા વોન્ટેડ છે તે હાલ તેના ઘરે આવેલ છે જેથી એલ.સી.બી ટીમ દ્વારા તેના ઘરેથી આરોપી કીરીટ સંજયભાઇ વસાવા રહેવાસી પથ્થરીયા ગામ સરપંચ ફળીયુ તા.વાલીયાને ઝડપી પાડી પુછપરછ હાથ ધરતા આરોપીએ  પ્રોહીબિશનના કેસમાં વોન્ટેડ હોવાની કબુલાત કરતા તેના વિરૂધ્ધ ભારતીય નાગરીક ન્યાય સંહિતા એક્ટ ૨૦૨૩ ની સલંગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વાલીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.
Latest Stories