New Update
/connect-gujarat/media/media_files/2025/08/30/guj-m-2025-08-30-09-16-17.jpg)
ભરૂચ જિલ્લાની નાસતા ફરતા આરોપીઓની યાદીમાં વાલીયા પો.સ્ટે.ના છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી પોલીસ ધરપકડથી નાસતો ફરતો આરોપી હેમેન્દ્રસિંહ જાદવનું નામ હોય ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે વધુ વિગત મેળવતા આરોપી હેમેન્દ્રસિંહએ વાલીયામાં પોતાના નામથી ફાઇનાન્સનું લાઇસન્સ મેળવી સહ આરોપીઓ સાથે મળી સમર્થ ફાઇનાન્સના નામથી ધંધો શરૂ કર્યો હતો જેમાં લોકોને લાલચ અને પ્રલોભન આપી રોકાણ કરાવડાવેલ અને ત્યારબાદ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરી વાલીયાથી સેન્ટ્રો કાર લઇ ભરૂચ આવ્યો હતો અને કાર ભરૂચ GNFC ચોકડી ખાતે બીનવારસી મુકી ફરાર થઇ ગયો હતો.આ બાબતે જે તે વખતે ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે.માં આરોપીની ગુમ જાણવા જોગ રજિસ્ટર થઇ હતી.આ મામલામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આરોપી હેમેન્દ્રસિંહ જાદવ હાલ ઇન્દોર મધ્યપ્રદેશમાં છે જેના આધારે પોલીસે ટીમ રવાના કરી ભાડાની રીક્ષા ચલાવતા આરોપીની ધરપકડ કરી હતી.
Latest Stories