ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા-વાલિયા પોલીસના ભેંસ ચોરીના કુલ 4 ગુનામાં વોન્ટેડ આરોપીની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં છોટા ઉદેપુર ખાતે ગઇ હતી.  દરમ્યાન ટીમે બાતમીના આધારે ઝઘડીયા પોલીસ મથક તથા વાલીયા પોલીસ

New Update
gs

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં છોટા ઉદેપુર ખાતે ગઇ હતી. 

દરમ્યાન ટીમે બાતમીના આધારે ઝઘડીયા પોલીસ મથક તથા વાલીયા પોલીસ મથકના બે ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા આરોપી સુનીલ લક્ષમણભાઇ રાઠવા રહે. સખન્દ્રા ગામ ડેરી ફળીયું તા-બોડેલી જી-છોટાઉદેપુરને તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આરોપી ઝઘડિયા અને વાલિયા પોલીસ મથકનના ભેંસ ચોરીના કુલ 4 ગુનામાં વોન્ટેડ હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories