New Update
/connect-gujarat/media/media_files/2025/06/23/css-bh-2025-06-23-09-08-58.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Latest Stories