ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે ABC સર્કલ નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી, રૂ.6.61 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની અટકાયત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ  શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે સફેદ કલરની મારૂતી ઇકો ગાડી નં. GJ-05-JK-3340 માં પ્રતીબંધીત ભારતીય

New Update
111
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ  શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે સફેદ કલરની મારૂતી ઇકો ગાડી નં. GJ-05-JK-3340 માં પ્રતીબંધીત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અંકલેશ્વર તરફ આવી આમોદ તરફ જનાર છે જેથી એલ.સી.બી. ટીમે ભરૂચ શહેરમાં ABC સર્કલ નજીક વોચ તપાસમાં હતા દરમ્યાન બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી  વિદેશી દારૂની કુલ બોટલ/બીયર ટીન નંગ-૧૮૮ કિંમત રૂપિયા ૧,૫૬,૦૨૫/- નો  મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.ઝડપાયેલ ડ્રાઇવરની પૂછતાછ કરતા તેણે સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સફારી કોમ્પલેક્ષ નજીકથી બોટલો છુટક છુટક મેળવી આમોદ લઇ જતો હતો હોવાની કબૂલાત કરી હતી.પોલીસે અશ્વીનભાઇ ઠાકોરભાઈ વાઘેલા ઉ.વ.૩૦ રહેવાસી, ૧૨ વાઘરીવાડ અઝારા ફર્નીચર પાસે ભેસ્તાન સુરતની અટકાયત કરી હતી અમે કાર સહિત કુલ રૂ.6.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો
Latest Stories