New Update
/connect-gujarat/media/media_files/2025/08/03/img-20250803-wa0029-2025-08-03-08-57-18.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચના ભોલાવમાં વિસ્તારમાં હરીદ્વાર સોસાયટીમાં બુટલેગર નરેશ કિશન કહારનું નવુ મકાન બને છે.
જેમાં તેણે વિદેશી દારુનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનના બાથરૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્ષ નંગ-૧૦૧ જેમા બીયર ટીન નંગ-૨૪૨૪ કિંમત રૂપિયા ૫,૩૩,૨૮૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.આ મામલામાં પોલીસે બુટલેગર નરેશ કિશનભાઇ કહાર મૂળ રહેવાસી. દાંડીયા બજાર ભરૂચ હાલ રહે.ચાવજ તા.જી.ભરુચને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.