ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે સારસા ડુંગર નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે રાજપારડી નેત્રંગ રોડ પર આવેલ સારસા ડુંગરના પાછળના ભાગે વિજયભાઇ અંબુભાઇ વસાવા તથા તેના માણસ

New Update
guj
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે રાજપારડી નેત્રંગ રોડ પર આવેલ સારસા ડુંગરના પાછળના ભાગે વિજયભાઇ અંબુભાઇ વસાવા તથા તેના માણસ ચંપકભાઇ પ્રતાપભાઇ વસાવા તથા સંજયભાઇ ઉર્ફે જયલો સુરેશભાઇ વસાવા તથા વિજયભાઇ સવીલાલ વસાવા ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સગે-વગે કરવાની તૈયારીમાં છે જે  બાતમી આધારે દરોડા પાડતા વિદેશી દારૂની બોટલો નંગ-૯૪૬ કિ.રૂ.૨,૬૪,૯૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ચંપકભાઇ પ્રતાપભાઇ વસાવા ઉ.વ. ૪૩ રહે. નવા માલજીપુરા ડુંગરવાળુ તા.ઝઘડિયાને ઝડપી પાડી અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આરોપી અગાઉ પણ પ્રોહીબિશનના અનેક ગુનામાં સંડોવાય ચુક્યો હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories