New Update
/connect-gujarat/media/media_files/2025/07/28/screenshot_2025-07-28-07-41-51-20_439a3fec0400f8974d35eed09a31f914-2025-07-28-09-24-51.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ઝઘડિયા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે આમલા ગભાણ ગામનો બુટલેગર સતીષભાઇ સોમાભાઇ વસાવા ઇક્કો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજપારડી ગામ ખાતે રહેતા સતીષભાઈ રતિલાલભાઇ વસાવાને આપી ગયો છે.
વિદેશી દારૂ સતીષ રતીલાલભ વસાવાએ પોતાના ઘરના પાછળના ભાગે આવેલ ખેતરમા સંતાડી રાખ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા રૂ. ૬૪,૩૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ મામલામાં પોલીસે સતીષભાઇ રતિલાલભાઈ વસાવા રહે, રાજપારડી અને સતીષભાઇ સોમાભાઇ વસાવા રહે, આમલા ગભાણને વોન્ટેડ જાહેર કરી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.