New Update
/connect-gujarat/media/media_files/2025/09/28/screenshot_2025-09-28-08-42-44-74_439a3fec0400f8974d35eed09a31f914-2025-09-28-08-58-00.jpg)
ભરૂચ જિલ્લામાં ઓનલાઈન નાણાકીય ફ્રોડના ભોગ બનેલા 95 લોકોએ છેતરપીંડી અંગે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 ઉપર ફોન કરી NCCRP પોર્ટલ પર કમ્પ્લેન કરી હતી.
આ ગુનાઓ ઉકેલી કાઢવા સાયબર ક્રાઇમના પી.આઈ. વી.આર.ભરવાડના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ દ્વારા લોકોના રિફંડ કરવા માટે અરજીઓ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.જેના આધારે 1.51 કરોડ રાજ્ય અને રાજ્ય બહારની બેંકમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા.જેમાંથી 1.35 કરોડ જેટલા રૂપિયા કોર્ટ દ્વારા 95 લોકોના રિફંડ કરવા ઓર્ડર કર્યો હતો.જે તમામ લોકોને સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તમામ રૂપિયા પરત મેળવી આપવામાં આવ્યા છે.
Latest Stories