ભરૂચ: સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્નારા ઔદ્યોગિક સાયબર સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જો કોઈપણ પ્રકારની સાયબર છેતરપીંડીની ઘટના થાય તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર તાત્કાલિક સંપર્ક સાધવાની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી

New Update
industrial cyber safety

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચ તથા દહેજ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે Yokohama Off-Highway Tires, દહેજ અને પાનોલીમાં જે.બી ફાર્મા સાયબર ક્રાઇમ ખાતે અવેરનેસ સેમીનાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આજનાં ડિજિટલ યુગમાં વધતાં સાયબર જોખમો અંગે પણ મહત્વપૂર્ણ માહિતીઓ આપવામાં આવી હતી. સાયબર ફ્રોડથી વાકેફ કરવામાં આવેલ અને આવા ફ્રોડથી બચવા શું - શું તકેદારીઓ રાખવી તે અંગે માર્ગદર્શન આપી માહિતીગાર કરવામાં આવ્યા હતા.

આ તકે, ખાસ કરીને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન, અજાણી લિંક ઓપન કરવાનાં જોખમો, ડિજિટલ આમંત્રણ પત્રિકાઓની ફાઈલ ખોલતી વખતે રાખવાની સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જો કોઈપણ પ્રકારની સાયબર છેતરપીંડીની ઘટના થાય તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર તાત્કાલિક સંપર્ક સાધવાની સલાહ આપવામાં આવી હતી.

Latest Stories