New Update
ભરૂચની દહેજ પોલીસે દહેજ-ભરૂચ હાઈવે પર આવેલી મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી રહેલા બે ડ્રાઈવરોને પોલીસે રંગે હાથ ઝડપી પાડી રૂ.79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.દહેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, દહેજ-ભરૂચ રોડ પર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાં કેટલાક ઈસમો ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ત્યાં બે શખ્સો બેદરકારીપૂર્વક ટેન્કરના વાલ્વ વાટે પ્લાસ્ટિકના કેરબામાં એસીટોન કેમિકલ ભરતા મળી આવ્યા હતા.
​કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો વગર, લોકોના જીવ જોખમમાં મૂકીને આ શખ્સો આર્થિક ફાયદા માટે આ જોખમી કેમિકલની ચોરી કરી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી બે કેમિકલ ટેન્કર અને એસીટોન ભરેલા કેરબા સહિત રૂ. 79,78,967 /-ના મુદ્દામાલ સાથે ટેન્કરના ચાલકો મુુલારામ શર્મા તેમજ ડાલુરામ જાની બન્ને રહેવાસી રાજસ્થાન ની ધરપકડ કરી અન્ય એક આરોપી ગીરધરસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories