New Update
ભરૂચની દહેજ પોલીસને મોટી સફળતા
કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું
4 આરોપીઓની ધરપકડ
રૂ.3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
ટેન્કરમાંથી કરાતી હતી કેમિકલ ચોરી
ભરૂચની દહેજ પોલીસે કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડી રૂ.3 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે.
ભરૂચની દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી.કે દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટલ પાસે રોડની બાજુમાં સાત જેટલા ટેન્કરો અને એક બોલેરો પીકઅપ ગાડી પડેલ છે.જ્યાં કેટલાક ઈસમો ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી કેમિકલ ભરેલ ટેન્કરોના વાલ્વ બોક્ષ ખોલી ચાર ઈસમો પાઇપ અને ગરણી લગાવી પ્લાસ્ટિકના કેરબામાં સ્ટેરીન કેમિકલની ચોરી કરી બેદરકારી પૂર્વક કટિંગ કરવા સાથે માનવ જિંદગી જોખયામ તેવી પ્રવૃત્તિ કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 35 લીટર પ્લાસ્ટિકના કેમિકલ ભરેલ કારબા નંગ-16 ખાલી કારબા નંગ-41 તેમજ આઠ વાહનો મળી કુલ 3.56 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે રહેતો દ્રાઈવર રમઝાનશા ઇસ્માઇલ દિવાન,તોસિફશા ઉસ્માન દિવાન,ભેરારામ નારાયણરામ ચૌધરી,બાબુલાલ હનુમાન ચૌધરીને ઝડપી પાડ્યો હતો.જ્યારે સમીર ઉર્ફે સતારશા મલંગશા દિવાન સહિત સાતથી વધુ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories