ભરૂચ: દહેજ પોલીસે જોલવા ગામે ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 6 જુગારીઓની ધરપકડ

જોલવા ગામમાં ખુલ્લામાં કેટલાક ઇસમો ટોળુ વળી પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમે છે. તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે જુગારધામ પર દરોડા પડ્યા હતા

New Update
Jolva Village
ભરૂચની દહેજ પોલીસના કર્મીઓને બાતમી મળી હતી કે જોલવા ગામમાં આવેલ નવીનગરીમાં રસીકભાઈ ધુડાભાઈ રાઠોડના ઘરની પાછળના ભાગે ખુલ્લામાં કેટલાક ઇસમો ટોળુ વળી પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમે છે. તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા 6 ઇસમો જુગાર રમતા ઝડપાય ગયા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.12900નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ જુગારીઓના નામ:-
(૧). રમેશભાઈ નંદુભાઈ રાઠોડ, જાતે-હિન્દુ આદિવાસી, ઉ.વ.૩૩, ધંધો.મજુરી, રહે.જોલવા નવી નગરી, તા.વાગરા, જી.ભરૂચ.
(૨). રાજુભાઈ મણીલાલ રાઠોડ, જાતે-હિન્દુ આદિવાસી, ઉ.વ.૨૯, ધંધો.મજુરી, રહે.જોલવા નવીનગરી, તા.વાગરા, જી.ભરૂચ
(૩). અક્ષયભાઈ સોમાભાઈ રાઠોડ, જાતે-હિન્દુ આદિવાસી, ઉ.વ.૨૪, ધંધો.મજુરી, રહે.જોલવા નવી નગરી, તા.વાગરા, જી.ભરૂચ
(૪). અજયભાઈ રણજીતભાઈ રાઠોડ, જાતે-હિન્દુ આદિવાસી, ઉ.વ.૨૪, ધંધો.મજુરી, રહે.જોલવા નવી નગરી, તા.વાગરા, જી.ભરૂચ
(૫). કલ્પેશભાઈ ગોપાલભાઈ રાઠોડ, જાતે-હિન્દુ આદિવાસી, ઉ.વ.૩૨, ધંધો.મજુરી, રહે.જોલવા નવી નગરી, તા.વાગરા, જી.ભરૂચ
(૬). સંજયભાઈ રણજીતભાઈ રાઠોડ, જાતે-હિન્દુ આદિવાસી, ઉ.વ.૩૪, ધંધો.મજુરી, રહે.જોલવા નવી નગરી, તા.વાગરા, જી.ભરૂચ
Latest Stories