ભરૂચ : ચર્ચાસ્પદ  દૂધધારા ડેરીની આજે ચૂંટણી, ભાજપના જ 2 દિગ્ગજોના ભાવિનો ફેંસલો !

સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં ભાજપના જ બે દિગગજોની પેનલ આમને સામને છે.

New Update

ભરૂચની દુધધારા ડેરીની આજે ચૂંટણી

14 બેઠક માટે મતદાન પ્રક્રિયા યોજાશે

ભાજપના જ 2 દિગ્ગજો વચ્ચે જંગ

ઘનશ્યામ પટેલ-અરૂણસિંહ રણાની પેનલ આમને સામને

રાજકારણમાં ગરમાવો

સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં ભાજપના જ બે દિગગજોની પેનલ આમને સામને છે.
ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા યોજાશે આ ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજો આમને સામને આવ્યા છે. ધારાસભ્ય અરૂણસિંહ રણા અને નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ તથા છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ વચ્ચે આ ટક્કર થઈ રહી છે.ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે.એક બેઠક પર અરૂણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણીમાં 12 સામાન્ય, 2 મહિલા અને 1 એસ.સી./એસ.ટી. બેઠકનો સમાવેશ થાય છે.ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મેન્ડેટ આપ્યું હતું. જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારો તથા અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારોને પક્ષ તરફથી મંજુરી મળી હતી. બીજી તરફ મેન્ડેટ વિના અપક્ષ તરીકે ચૂંટણી લડનારા અરૂણસિંહ રણાની પેનલના  9 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.
ચૂંટણીને લઈને રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. સાંસદ મનસુખ વસાવાએ સહકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર તથા ખરીદફરોત થતી હોવાનો સ્વીકાર કરતાં કટાક્ષ કર્યો  હતો કે જેની પાસે વધુ પૈસા હશે તે આ ચૂંટણી જીતશે. 
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું કે મનસુખભાઈ પાસે માહિતી હશે તે આધારે જ તેમણે નિવેદન આપ્યું હશે.
Latest Stories