New Update
/connect-gujarat/media/media_files/2024/12/12/pPbNulpLfLCLxNh6RBrh.jpg)
રાજસ્થાનથી બાર જ્યોર્તિલિંગની યાત્રાએ નીકળેલ ડીલેવરી બોય ભરૂચ ખાતે આવી પહોંચતા જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસએ તેનું સ્વાગત કર્યું હતું. રાજસ્થાન રાજ્યના સિક્કર જિલ્લામાં રહેતા અભિષેક શર્મા એક ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે.
પર્યાવરણ અંગે જાગૃત કરી લોકોને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરવા સાથે આજનું યુવાધના મોબાઈલના ઉપયોગમાં પોતાનો કિમતી સમય વ્યર્થ કરી રહ્યા છે તે બંધ કરી સોશ્યલ એક્ટિવિટી કરવા અને ધર્મ પ્રત્યેની આસ્થા જગાવા માટે અને ધર્મ પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વધારવા માટે લોકોને પ્રેરણા આપવા માટે રાજસ્થાનના સિક્કર જીલ્લાથી 4500 kms પગપાળા ચાલીને 12 જ્યોતિર્લિંગના દર્શન અર્થે નીકળ્યો છે.
જે પદયાત્રી યુવાન આજે ભરૂચ જિલ્લાના નિલકંઠેશ્વર મહાદેવ મંદીરે આવી પહોચ્યો હતો.તેનું ભરૂચના સાયકલીસ્ટ શ્વેતા વ્યાસે તેનું સ્વાગત કરીને તેની આ યાત્રા નિર્વિઘ્ન અને સફળતા પૂર્વક પૂર્ણ થાય તેવી શુભકામના પાઠવી હતી.