ભરૂચ: APMCમાં વહીવટદારની નિમણુંકની માંગ, કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર

ભરૂચ એપીએમસીના વહીવટકર્તાઓ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું

New Update

ભરૂચ એપીએમસીના વહીવટકર્તાઓ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું

ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર એપીએમસીના વહીવટકર્તાઓ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. એપીએમસીના વેપારીઓ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો વેરો આપવામાં આવે છે પરંતુ વહીવટકર્તાઓ દ્વારા વેપારીઓને સુવિધા આપવામાં આવતી નથી. એપીએમસીમાં અતિશય ગંદકી જોવા મળે છે.
સાથે જ વેપારીઓને માળખાકીય સુવિધા પણ નથી અપાતી, આ ઉપરાંત તાજેતરમાં જ એપીએમસીની છ જેટલી દુકાનોની દીવાલ પણ ધરાશાય થઈ હતી. ઘટનામાં મોટી જાનહાની ટળી હતી પરંતુ એપીએમસીના સત્તાધીશો વહીવટ કરવામાં નિષ્ફળ નિવડયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને વહીવટદારની નિમણૂક કરવાની માંગ કિસાન વિકાસ સંઘ દ્વારા કરવામાં આવી છે
Latest Stories