ભરૂચ: વટસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી, સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્યની કરી કામના

ભરૂચના વિવિધ મંદિરો,વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી

New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી

ભરૂચના વિવિધ મંદિરો,વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી
શાસ્ત્રો મુજબ, વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિ ભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે

 

Latest Stories