New Update
/connect-gujarat/media/media_files/2025/11/21/screenshot_2025-11-21-07-34-35-86_6012fa4d4ddec268fc5c7112cbb265e7-2025-11-21-08-51-23.jpg)
ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ આમોદ-જંબુસર રોડ નેશનલ હાઈવે નં.૬૪ પર ઢાઢર નદી પરના બ્રિજ ઉપર આગામી તારીખ 22/11/2025 થી 24/11/2025 દરમિયાન વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. આ નિર્ણય પુરાણી થઈ ગયેલ માળખાકીય વ્યવસ્થાના પુનઃસ્થાપન માટે બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ તારીખ ૨૨-૧૧-૨૦૨૫ થી શરૂ કરીને ૨૪-૧૧-૨૦૨૫ સુધી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાહનચાલકોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગો પણ નક્કી કરવામાં આવ્યા છે. ભરૂચ તરફથી જંબુસર તરફ આવતા વાહનો માટે આમોદ શમાં હોટલ ત્રણ રસ્તા, સરભાણ ગામ, દિલ્લી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, પાદરા થઈ જંબુસર પહોંચવાનો માર્ગ અપાયો છે. જ્યારે, જંબુસર તરફથી આવતા ભારે વાહનોને દિલ્લી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, પાદરા ટોલનાકા થઈ ભરૂચ જવાનું રહેશે. પાદરાથી ભરૂચ તરફ જતા ભારે વાહનો માટે પણ દિલ્લી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, દહેગામ ટોલનાકા થઈ ભરૂચ ટોલનાકાનો માર્ગ નિર્ધારિત કરાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ તમામ નાગરિકોને આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરી છે.
Latest Stories