New Update
/connect-gujarat/media/media_files/2025/07/04/dharti-aaba-campaign-bharuch-2025-07-04-19-16-35.jpeg)
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીની બેઠક યોજાઈ હતી.આ અભિયાન હેઠળ ભરૂચ જિલ્લાના આદિમજુથ સહિત તમામ આદિજાતિ લોકોને સરકારશ્રીની વિવિધ માળખાગત તથા વ્યક્તિગત યોજનાઓથી લાભાન્વીત કરવાનો લક્ષ્યાંક છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે વિવિધ અમલીકરણ અધિકારીશઓને માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો આપ્યા હતા. આગામી ૧૫મી જુલાઈ-૨૦૨૫ સુધી આ અભિયાન થકી આદિવાસી વિસ્તારમાં ઝૂંબેશના ભાગરૂપે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. જિલ્લાના તમામ તાલુકાઓમાં "ધરતી આબા અભિયાન – જાગૃતિ અને લાભ વિતરણ કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું છે.
Latest Stories