-
તાલુકા મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યું આયોજન
-
4 સરકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરાય
-
1200 લાભાર્થીને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરાય
-
ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખની વિશેષ ઉપસ્થિતિ
-
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓની ઉપસ્થિતી જોવા મળી
ભરૂચ તાલુકા મામલતદાર કચેરી દ્વારા ગંગા સ્વરૂપા સહિત 4 સરકારી યોજનાના લાભાર્થીઓ માટે સહાય મંજૂરી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ વિધાનસભા મત વિસ્તારના ગંગા સ્વરૂપા, આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વ્હાલી દિકરી યોજનાના તથા NFSAના લાભાર્થીઓને સહાય મંજુરી હુકમ વિતરણ કાર્યક્રમનું આયોજન ભરૂચના ઝાડેશ્વર ગામ સ્થિત પાટીદાર પંચની વાડી ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ યોજનામાં સમાવિષ્ટ 1200 જેટલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તાલુકા વહીવટી તંત્રની કામગીરીની સરાહના કરી લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચે તે માટે કરવામાં આવી રહેલ કાર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, તાલુકા મામલતદાર માધવી મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.