/connect-gujarat/media/media_files/OjROkvduiWA7bL7ICulp.png)
ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી,જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને મંજુર કરવામાં આવ્યા હતા. ભરૂચજિલ્લા પંચાયતનીકારોબારી સમિતિની બેઠક જિલ્લા પંચાયતના સભાખંડખાતે મળી હતી. આ બેઠકસમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી.
જેમાં તા. 29-02-2024’ના રોજ મળેલ ખાસ કારોબારી સમિતિની કાર્યવાહી નોંધ વાંચનમાં લઈબહાલી આપવા સાથે જમીન મહેસુલ કાયદાની કલમ-73 એએ હેઠળ આવેલ કેસો અંગે નિર્ણયલેવામાં આવ્યાહતા. તેઉપરાંત નર્મદા પાર્ક,ઝાડેશ્વર-ભરૂચ ખાતે “વાંચન વિહાર પ્રોજેક્ટ”અંતર્ગતઓપન લાયબ્રેરીશરૂકરવા તેમજ વિવિધએક્ટિવિટી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો.
તેમજ નર્મદા નદી પરના જિલ્લા પંચાયતહસ્તકના કુલ14 હોડીઘાટ પૈકીના બાકી રહેતા6 હોડીઘાટની હરાજી કરવાબાબતે ઠરાવ કરાયો હતો. કારોબારી બેઠકમાં ચેરમેન ઉપરાંત પૂર્વ પ્રમુખઅલ્પાબેન તેમજમોટી સંખ્યામાંસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.