New Update
/connect-gujarat/media/media_files/2025/08/24/screenshot_2025-08-24-09-08-13-20_6012fa4d4ddec268fc5c7112cbb265e7-2025-08-24-09-46-28.jpg)
ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલા દત્તાશ્રય આશ્રમ ખાતે આશ્રમનાં પરિસરમાં આચાર્ય બંધુઓનાં દિવ્ય માર્ગદર્શન હેઢળ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરમ કૃપાળુ શિવજીની કૃપાથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરાયું હોય ત્યારે આશ્રમની ભૂમીમાં શ્રાવણ માસનાં અંતિમ શનિવારે પાર્થેશ્વર શિવલિંગોની વિષેશ પુજા અનુષ્ઠાન સાથે અખંડ અગ્નિનાં યજ્ઞકુંડમાં શુક્લ યજુર્વેદનાં મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી.આ અવસરનો હજારો ભાવિકો ભક્તોએ લાભ લીધો હતો. શ્રાવણ માસનાં અંતિમ શનિવારી અમાવસ્યાનો સંયોગ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.આ પ્રસંગે દત્તાશ્રેય આશ્રમનાં આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાનાં દિવ્ય માર્ગદર્શન હેઠળ શ્રી દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જે ભગવાન શિવની અનંત કૃપાનું પ્રતીક છે.આ શિવલિંગોની વિશેષ પૂજા દરમિયાન શુક્લ યજુર્વેદનાં મંત્રોના ઉચ્ચાર અને અખંડ અગ્નિનાં યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/24/img-20250824-wa0058-2025-08-24-09-47-01.jpg)
આ દિવ્ય ધાર્મિક કાર્યોમાં પ્રતિરોજ રુદ્રાભિષેક અને યજ્ઞોની સાથે શ્રાવણ માસનાં અંતિમ દિવસે મહાઆરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દત્તાત્રેય ખાતે શિવપુજાનાં દર્શનનો અનેકો શ્રધ્ધાળુ ભક્તોએ લાભ લઈને પોતે આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કર્યો હતો.
Latest Stories