ભરૂચ : ડો. ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સહિત આયુર્વેદિક-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાયો...

આયુર્વેદિક-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આસપાસના વિસ્તારના અંદાજિત 250થી વધુ લોકોનું હેલ્થ ચેકઅપ કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી

New Update
  • ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાનો મળ્યો સહયોગ

  • ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે કરાયું હતું આયોજન

  • શ્રી પરશુરામ સંગઠન દ્વારા નિદાન-સારવાર કેમ્પ યોજાયો

  • યોગ દર્શન સહિત આયુર્વેદિક - હોમિયોપેથી નિદાન કરાયું

  • 250 લોકોનું હેલ્થ ચેકઅપ કરી નિઃશુલ્ક દવાઓનું વિતરણ

ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સહિત આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિ વર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ-ગુજરાત સરકારનિયામક આયુષની કચેરી-ગાંધીનગર અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા-ભરૂચના સહયોગથી ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પના પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગ અને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી હોમીયોપેથી દવાખાના જનરલ હોસ્પીટલના મેડિકલ ઓફિસર ડો. કેતન પટેલડો. સોનાલી પાટીલઆયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર વૈદ વસંત પ્રજાપતિવૈદ મનીષા વાઢિયાએ સેવાઓ આપી હતીઆ કેમ્પમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આસપાસના વિસ્તારના અંદાજિત 250થી વધુ લોકોનું હેલ્થ ચેકઅપ કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી.

આ પ્રંસગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશીબ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લશ્રી પરશુરામ સંગઠનના કિરણ જોશીરાજકુમાર દુબેડો. ગંગુબેન હડકર હાઈસ્કૂલ કેમ્પસ ડિરેક્ટર બિપીનચંદ્ર જગદીશ વાળાઆચાર્ય મનહર વાઘેલાપ્રભુ પટેલ સહીતના શિક્ષકગણ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.