ભરૂચ : ગૃહમંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દહેજમાં  ₹૩૮૧ કરોડના ડ્રગ્સના જથ્થાનો આવતીકાલે નાશ કરાશે !

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના 'નશા-મુક્ત ગુજરાત' સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી આવતીકાલ શુક્રવાર તારીખ ૩ ઓક્ટોબરના રોજ ભરૂચ ખાતે

New Update
harsh sangavi
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના 'નશા-મુક્ત ગુજરાત' સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી આવતીકાલ શુક્રવાર તારીખ ૩ ઓક્ટોબરના રોજ ભરૂચ ખાતે એક મોટા ડ્રગ્સ નાબુદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા ૪૪૨ ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹૩૮૧ કરોડથી વધુની કિંમતના, ૮,૦૦૦ કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવશે.આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત પણ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો વિધિવત પ્રારંભ કરાશે. ગાંધીનગરમાં મુખ્ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં ૨૧૩ જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.
આ ઉપરાંત, રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા 'મેન્ટર પ્રોજેક્ટ' ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરાશે, જે અંતર્ગત જામીન પર છૂટેલા ૨૬૪૦ જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર ૧૯૭૮ પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારની 'રીવોર્ડ પોલીસી' હેઠળ, ૭ મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર ૯૨ પોલીસ જવાનોને ₹૨૯.૬૭ લાખની ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવશે.
Latest Stories