New Update
/connect-gujarat/media/media_files/2025/12/21/img-20251221-wa0036-2025-12-21-10-08-54.jpg)
ભરૂચ જિલ્લામાં ખેડૂતો પોતાના પ્રાણ પ્રશ્નો અને પાવર ગ્રીડની લાઈનમાં ટાવર નાખવા મુદે સમાન જમીન, સમાન વળતરની માંગ સાથે ખેડૂતોએ પાલેજના કિશનાડ ગામથી પદયાત્રાનો પ્રારંભ કરી કુકરવાડા ખાતે પુર્ણાહુતી કરી હતી.
ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્ધારા આયોજીત ખેડૂત ચેતના યાત્રાનો પ્રારંભ કિશનાડ ખાતેથી થયો હતો જેમાં ખેડૂતોની ટાવર લાઈન તેમજ ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય અને ટાવર નાખવા મુદે સમાન વળતરની માંગ સાથે કિશનાડ ગામથી શરૂ થયેલી યાત્રા ટંકારીયા, સિતપોણ, હિગ્ગલા, કોઠી, ત્રાલસા, ત્રાલસી, મહુડલા, દેરોલ, મનુબર, કરમાડ, દેત્રાંલ, હિગ્લોટ, દશાન, વેડવાડા થઈ મોડી સાંજે કુકરવાડા ખાતે આવી પહોંચતા પદયાત્રાનું સમાપન થયું હતું.
ખેડૂતોના પ્રાણ પ્રશ્નો હલ નહી થાય તો આવનાર સમયમાં ખેડૂતો હજુ પણ આંદોલનને ઉગ્ર બનાવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.
Latest Stories