/connect-gujarat/media/media_files/2026/03/07/scss-2026-03-07-09-11-01.jpg)
ભરૂચના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલી એડવાન્સ હેર સલૂન નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટરો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઇટરો દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.પ્રાથમિક અનુમાન મુજબ દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી, જોકે દુકાનમાં રાખેલ સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.