New Update
/connect-gujarat/media/media_files/2025/12/31/screenshot_2025-12-31-07-53-54-81_439a3fec0400f8974d35eed09a31f914-2025-12-31-08-36-11.jpg)
ભરૂચના ઝઘડિયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશન ગુના હેઠળ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂની કુલ કિંમત રૂપિયા 56.62 લાખથી વધુ આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં ઝઘડિયા, ઝઘડીયા જીઆઇડીસી, - રાજપારડી, નેત્રંગ અને વાલિયા સહિત - કુલ 6 પોલીસ સ્ટેશન તરફથી જપ્ત કરાયેલા મુદ્દામાલનો સમાવેશ થાય છે. જેમાં કુલ 27,723 બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂનો નાશ કરાયો હતો. દારૂના નાશની આ પ્રક્રિયા ઝઘડિયા જીઆઇડીસી ખાતે યોજાઈ હતી. મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને ઝઘડિયા તાલુકાના એસડી.એમની અધ્યક્ષતામાં રોડરોલર ફેરવીને દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.
Latest Stories