ભરૂચ : વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશનનો પ્રારંભ કરાયો, 5 ઓટોબર સુધી લાભ લઇ શકાશે

સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ દ્નારા નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ ખાતે વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત વન્યપ્રાણી ફોટો એક્ઝિબિશન કાર્યક્રમનું ભરૂચના

New Update
MixCollage-04-Oct-2025-09-37-AM-1337
સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ દ્નારા નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ ખાતે વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત વન્યપ્રાણી ફોટો એક્ઝિબિશન કાર્યક્રમનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લાકક્ષા વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૫ની ઉજવણી દરમ્યાન ભરૂચ જિલ્લાના વન્યપ્રાણી ફોટોગ્રાફર્સ દ્વારા લીધેલ ફોટોગ્રાફ્સ પ્રદર્શન માટે મુકવામાં આવ્યું  છે. આ પ્રદર્શની તા-૦૩/૧૦/૨૦૨૫ થી ૦૫/૧૦/૨૦૨૫ સુધી સવારે ૧૦.૦૦ થી ૫.૦૦ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લી રાખવામાં આવશે. જેથી જાહેર જનતાને મુલાકાત લેવા અપીલ કરવામાં આવી હતી. 
આ પ્રસંગે કલેકટર ગૌરાંગ મકવાણા, ડી.એફ.ઓ.ભાવના દેસાઈ કૃષિ કોલેજના પ્રિન્સિપલ  ડી. ડી. પટેલ, શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ સહિતના અધિકારીઓ અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories