ભરૂચ: ભોલાવ વિસ્તારમાં રૂ.48 લાખના ખર્ચે નિર્માણ પામનાર માર્ગનું ખાતમુહૂર્ત, MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચના ભોલાવ વિસ્તારમાં ધર્મનગર સોસાયટીથી મેઈન રોડ થઈને પ્રાર્થના વિદ્યાલયને જોડતા રૂ. ૪૮ લાખના ખર્ચે બનનારા નવા સીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના

New Update

ભરૂચના ભોલાવ વિસ્તારમાં યોજાયો કાર્યક્રમ

માર્ગનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

રૂ.48 લાખનો કરવામાં આવશે ખર્ચ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

સ્થાનિક આગેવાનોએ આપી હાજરી

ભરૂચના ભોલાવ વિસ્તારમાં ધર્મનગર સોસાયટીથી મેઈન રોડ થઈને પ્રાર્થના વિદ્યાલયને જોડતા રૂ. ૪૮ લાખના ખર્ચે બનનારા નવા સીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ધર્મનગર સોસાયટીથી મેઈન રોડ થઈને પ્રાર્થના વિદ્યાલયને જોડતા આશરે ૪૮ લાખના ખર્ચે બનનારા નવા સીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવતા સોસાયટીના લોકો, પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ નવા સીસી રોડના નિર્માણથી સ્થાનિક લોકોને અવરજવરમાં ઘણી સગવડતા થશે.આ રોડથી ધર્મનગર સોસાયટીના રહીશો અને પ્રાર્થના વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થનાર છે.આ પ્રસંગે  જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભાજપના મહામંત્રી નિરલ પટેલ,ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષા પરમાર સહિત અન્ય સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Latest Stories