New Update
ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવ્યું આયોજન
એ-બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની યોજાય બેઠક
પોલીસ હેડક્વાર્ટર ખાતે બેઠકનું આયોજન
હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત
પોલીસ અધિકારીઓએ આપી હાજરી
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશ મહોત્સવ અને ઇદેમિલાદના પર્વને ધ્યાને રાખીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ અધિકારીઓ તેમજ હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવારો ઉજવાશે. બંને તહેવારોને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા માટે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે એ-બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની અધ્યક્ષતા ડીવાયએસપી સી.કે. પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા કરવામાં આવી હતી.આ બેઠકમાં ગણેશ યુવક મંડળોના સભ્યો તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન બંને સમાજના પ્રતિનિધિઓએ સંકલ્પ લીધો કે તહેવારોને શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પારસ્પરિક સૌહાર્દ સાથે ઉજવવામાં આવશે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
Latest Stories