ભરૂચ : GEB કર્મચારીઓની ક્રેડિટ સોસા.દ્વારા મૃત્યુ પામેલ કર્મચારીના પરિવારજનોને વીમા પોલીસી અંતર્ગત રૂ.5 લાખની સહાય અર્પણ કરાય

વિના સંસ્કાર નહીં સહકારના ધ્યેયથી કાર્યરત જી.ઈ.બી.કર્મચારી ક્રેડિટ સોસાયટી ભરૂચ દ્વારા તેમના સભાસદોના કલ્યાણ અર્થે લેવામાં આવેલ વીમા પોલિસી સ્કીમ અંતર્ગત

New Update
1004493820

વિના સંસ્કાર નહીં સહકારના ધ્યેયથી કાર્યરત જી.ઈ.બી.કર્મચારી ક્રેડિટ સોસાયટી ભરૂચ દ્વારા તેમના સભાસદોના કલ્યાણ અર્થે લેવામાં આવેલ વીમા પોલિસી સ્કીમ અંતર્ગત ભરૂચ મકતમપુર જી.ઈ.બી રૂરલ લેબ ખાતે ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારી સ્વ દીપક પી મકવાણાના પરિવારને 5 લાખ રૂપિયાનો ચેક સોસાયટીના પ્રમુખ  ચિરાગ શાહ તથા સોસાયટીના ઉપપ્રમુખ મુસ્તાક બાપુ અને મંત્રી  ભાવેશ આગ્નેજીયા દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો.

જી.ઈ.બી કર્મચારી મંડળી ભરૂચ સભાસદની હાજરીમાં પણ હંમેશા મદદરૂપ થાય છે અને સભાસદની ગેરહાજરીમાં પણ તેમના પરિવારને 5 લાખ જેવી માતબર વીમાની રકમ મદદ કરી મદદરૂપ બનવામાં આવે છે. પ્રમુખ  ચિરાગ શાહ દ્વારા જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી જેવા ઉચ્ચ ધ્યેય સાથે મંડળી કાર્ય કરી હોવાનું જણાવ્યું છે. 

Latest Stories