New Update
/connect-gujarat/media/media_files/2025/05/03/8HDO8AUBtefMKNTP0M6D.jpg)
ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વિતેલા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો.
ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા વાર આંકડા પર નજર કરીએ તો આમોદમાં 8 મિલીમીટર વાગરામાં 1 ઇંચ, ભરૂચમાં 1 ઇંચ, ઝઘડિયામાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 1.5 ઇંચ હાંસોટમાં 1 ઇંચ વાલીયામાં 16 મીલીમીટર અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચ શહેર અને જિલ્લામાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Latest Stories