New Update
ભરૂચના ઇલાવ ગામે જલારામ જયંતીની ઉજવણી
જલારામ બાવનીના પાઠ કરાયા
ભંડારાનું પણ કરાયુ આયોજન
મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
મહાઆરતીનું કરાયુ આયોજન
ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જલારામ બાવાનીના પાઠ કરવામાં આવ્યા હતા તો સાથે જ જાહેર ભંડારો પણ યોજાયો હતો.
વિરપુરના પ્રાત:સ્મરણીય સંત જલારામબાપાના 226મા પ્રાગટયોત્સવની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે પણ જલારામ જયંતીની ઉજવણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ જયંતિ નિમિત્તે ગામના હનુમાન ચોકમાં જલારામ બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા જેમાં ગાયક કલાકાર જેકી પટેલ,જગદીશ પટેલ,નટવર પટેલ દ્વારા સંગીતમય રીતે જલારામ બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા અને વિરપુરના સંત જલારામ બાપાની ગ્રામજનો દ્વારા આરાધના કરાવવામાં આવી હતી. આ પ્રસંગે જાહેર ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભોજન પ્રસાદીનો સમસ્ત ગ્રામજનોએ લાભ લીધો હતો.
Latest Stories