ભરૂચ : વાગરાના પીપલીયા ગામે પૌત્રને ગાળો બોલવા બાબતે ઠપકો આપતા દાદાની હત્યા,3 આરોપીની ધરપકડ

ભરૂચના વાગરા તાલુકાના પીપલીયા ગામમાં પૌત્રના વિવાદમાં દાદાની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ત્રણેય

New Update

ભરૂચના વાગરા પંથકનો બનાવ

વાગરાના પીપલીયા ગામે હત્યાનો બનાવ

દાદાની કરવામાં આવી હત્યા

પૌત્રને ઠપકો ન આપવાનું કહેવા જતા હત્યા કરાય

3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ભરૂચના વાગરા તાલુકાના પીપલીયા ગામમાં પૌત્રના વિવાદમાં દાદાની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ત્રણેય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના વાગરાના પીપલીયા ગામે પૌત્રને ગાળો બોલવા બાબતે ઠપકો આપતા દાદાની હત્યા કરી દેવામાં આવી હતી. 24મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યાના અરસામાં પીપલીયા ગામના જૂના ફળિયામાં આવેલી મહમદભાઈની દુકાન પાસે હિંસક મારામારી થઈ હતી. ફરિયાદી સોમા રાઠોડનો પૌત્ર જગદીશ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગામના જ ત્રણ શખ્સો તેને સામાન્ય બાબતમાં ગાળો બોલી ઝઘડો કરી રહ્યા  હતા. પોતાના પૌત્રને મુશ્કેલીમાં  જોઈ 60 વર્ષીય સોમાભાઈ વચ્ચે પડ્યા હતા અને હુમલાખોરોને શાંત રહેવા સમજાવતા પૂછ્યું હતું કે તમે મારા પૌત્રને કેમ ગાળો બોલીને મારો છો આટલો ઠપકો આપતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા
હતા. નગીન વસાવા, વિનોદ વસાવા અને બિપિન વસાવાએ પાઈપ અને લાકડાના સપાટા વડે વૃદ્ધ પર જીવલેણ હુમલો કરી દીધો હતો.વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.વૃદ્ધને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ વાળ વડોદરા ખાતે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.આ મામલે વાગરા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories