ભરૂચ : ઇલાવ ગામે નવરાત્રીની આઠમ નિમિત્તે કુંવારીકા કન્યાઓની સમૂહ આરતી, 250થી વધુ કુંવારીકાઓએ ઉતારી આરતી

જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ આઠમના પર્વ નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો

New Update
IMG20250930192012

જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ આઠમના પર્વ નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે હાંસોટના ઇલાવ ગામે આવેલ વેરાઈ માતાજીના મંદિરે કુંવારિકા કન્યાઓની સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝરમર વરસાદ વચ્ચે 250થી વધુ કુંવારીકા કન્યાઓએ માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. ઇલાવ ગામે વર્ષોની પરંપરા અનુસાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે અને આઠમના રોજ કુંવારીકા કન્યાઓની આરતીનું આયોજન કરવામાં આવે છે.આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories