ભરૂચ: હાંસોટ પોલીસની અસામાજિક તત્વો પર તવાઈ, વીજ ચેકીંગ હાથ ધરી રૂ.1.13 લાખનો દંડ ફટકારાયો

ભરૂચના હાંસોટ પોલીસ મથકના  પોલીસ ઇન્સ્પેક્ટર કે,વી.લાકોડે હાંસોટ પોલીસ મથક વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનુ લીસ્ટ બનાવડાવી પોલીસ સ્ટાફ

New Update
MixCollage-25-Jul-2025-09-40-AM-7884
ભરૂચના હાંસોટ પોલીસ મથકના  પોલીસ ઇન્સ્પેક્ટર કે,વી.લાકોડે હાંસોટ પોલીસ મથક વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનુ લીસ્ટ બનાવડાવી પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી ડી.જી.વી.સી.એલ. કચેરી હાંસોટના કર્મચરીઓને સાથે રાખી ૧૩ જેટલા અસામાજીક તત્વોના ઘરે વિજ કનેક્શન ચેક કરતા 4 ઇસમોના ઘરે ગેર કાયદેસર વિજ જોડાણ મળી આવ્યા હતા જેના પગલે ડી.જી.વી.સી.એલ.દ્વારા તેઓના વિજ કનેક્શન કાપી રૂપીયા 1.13 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
અસામાજિક તત્વો સામે થયેલ કાર્યવાહી
(૧) અખ્તરઅલી હાસમઅલી અરબ રહે આમોદ તા.હાંસોટ જી.ભરૂચ - દંડ રકમ રૂપીયા ૨૭૬૫૩/-
(૨) કૈજાન માજરા ઉર્ફે પુન્ના ગામીત રહે જુનીખારવાડ તા.હાંસોટ જી.ભરૂચ - દંડ રકમ રૂપીયા ૧૩૬૪૯/-
(3) બહાદુરસીંગ સુરજીતસીંગ સીકલીગર રહે લલીતસાગત તા.હાંસોટ જી.ભરૂચ - દંડ રકમ રૂપીયા ૬૧૬૧૨/-
(૪) ખાલીદ ઇકબાલ ગામત રહે રહે લલીતસાગત તા.હાંસોટ જી.ભરૂચ - દંડ રકમ રૂપીયા ૭૬૧૯/-
Latest Stories