ભરૂચ : હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમ યોજાયો...

ભરૂચ શહેરના મકતમપુર રોડ પર આવેલ નેકસેસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું

New Update

હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટી દ્વારા આયોજન

દિપાવલી પર્વ નિમિત્તે ધિરાણનું વિતરણ કરાયું

લાભાર્થી બહેનોને ધિરાણ ચેકનું વિતરણ કરાયું

સાંસદ, MLA સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

મોટી સંખ્યામાં લાભાર્થી બહેનોની પણ હાજરી

ભરૂચ શહેરના મકતમપુર રોડ પર આવેલ નેકસેસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 ભરૂચમાં વર્ષ 2001થી હરસિદ્ધિ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કાર્યરત છે. જેમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જૂથ સખી મંડળની બહેનોને બચત અને ધિરાણ સાથે સ્વરોજગાર લગતી પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં છેત્યારે આવનાર દિપાવલી પર્વ નિમિત્તે ભરૂચ શહેરના મકતમપુર રોડ પર આવેલ નેકસેસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી બહેનોને રૂ. 1 કરોડના ધિરાણના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાધારાસભ્યો રમેશ મિસ્ત્રીઈશ્વર પટેલપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવપૂર્વ સાંસદ ભારતસિંહ પરમારભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા તેમજ હરસિદ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાસિયા સહિતના આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories