ભરૂચ: શ્રીજીની મોટી પ્રતિમાઓનું ક્રેઈનની મદદથી ભાડભૂત ખાતે વિસર્જન, IG સંદીપસિંહ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર

ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં સ્થાપિત શ્રીજી ની પાંચ ફૂટ કરતા વધુ ઊંચી પ્રતિમાઓનું ભડભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા ક્રેન સહિતની

New Update

ભરૂચમાં ગણેશ વિસર્જન

ભાડભૂત ખાતે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરાય

5 ફૂટ કરતા ઊંચી પ્રતિમાઓનું ભાડભૂતમાં વિસર્જન

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

શાંતિપૂર્ણ પૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા

ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં સ્થાપિત શ્રીજી ની પાંચ ફૂટ કરતા વધુ ઊંચી પ્રતિમાઓનું ભડભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા ક્રેન સહિતની વ્યવસ્થા કરવામાં આવતા સુચારુ રીતે વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી બાદ શનિવારે પાંચ ફૂટથી મોટી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ભાડભૂત ખાતે કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું,  વિસર્જન સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.પાંચ ફૂટથી મોટી મૂર્તિઓનું ક્રેનની મદદથી ભાડભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું.શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે બાપ્પાને વિદાય આપી અને આગામી વર્ષે ફરી આવવાની પ્રાર્થના સાથે વિસર્જન કર્યું. વિસર્જન પ્રક્રિયા દરમિયાન વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા સંપન્ન થઈ હતી
Latest Stories