New Update
ભરૂચ મામલતદાર કચેરીમાં નિર્માણ કરાયુ
જન સેવા કેન્દ્રનું નવીનીકરણ કરાયુ
રૂ.25 લાખનો ખર્ચ કરાયો
મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન
95 ગામના લોકોને થશે લાભ
ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુંmઆ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેકટર એન. આર. ધાંધલ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે