ભરૂચ: નર્મદા કોલેજમાં નિર્માણ પામેલ ગ્રીન કેમ્પસનું ઉદ્ઘાટન, 2300 વિદ્યાર્થીઓને અપાયું પ્રાકૃતિક વાતાવરણ

ભરૂચની નર્મદા કોલેજ તેના 2300 કોલેજીયનોને શિક્ષણ પીરસવા વચ્ચે હરિત કેમ્પસ થકી વીજળી, પાણી અને બાયોગેસનું ઉત્પાદનમાં આત્મનિર્ભર સાથે પર્યાવરણના જતનમાં પણ અગ્રેસર બની છે

New Update

ભરૂચની નર્મદા કોલેજ તેના 2300 કોલેજીયનોને શિક્ષણ પીરસવા વચ્ચે હરિત કેમ્પસ થકી વીજળી, પાણી અને બાયોગેસનું ઉત્પાદનમાં આત્મનિર્ભર સાથે પર્યાવરણના જતનમાં પણ અગ્રેસર બની છે ત્યારે આજરોજ આ ગ્રીન કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

ભરૂચની નર્મદા કોલેજમાં ગ્રીન કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ ગ્રીન કેમ્પસનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મેનેજમેન્ટ એડવાયઝર હરીશ જોષી, એજ્યુકેશન ડાયરેક્ટર પી.એચ.શાહ,આચાર્ય એ.કે.સિંગ,ડાયરેક્ટર ડો.તૃપ્તિ અનમોલા તેમજ કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા કોલેજ તેના ગ્રીન કેમ્પસ થકી 2300 છાત્રોને અતિ શુદ્ધ હવા અને પાણી આપી રહી છે.કોલેજે તેના કેમ્પસમાં જ વિવિધ જાતના વૃક્ષો વાવી વિકસાવેલા હરિત વનમાં 25 થી વધુ પ્રજાતિના પક્ષીઓને આશ્રય પણ પૂરું પાડ્યું છે.વર્ષ દરમિયાન કોલેજ દ્વારા વપરાતી વીજળી ઉપરાંત તેના સોલાર રૂફ ટોપ પ્લાન્ટ થકી નફો પણ મેળવી રહી છે. વિધાર્થીઓ અને કોલેજની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા રેઇન હારવેસ્ટિંગ સિસ્ટમ થકી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે.આર.ઓ. પ્લાન્ટમાંથી નીકળતું 12 હજાર લીટર પાણીનો સદપયોગ કરી ટોયલેટ બાથરૂમની સફાઈમાં વપરાય છે. કેમિકલ લેબમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરાઈ છે.તો કોલેજ કેન્ટીનની ગેસની જરૂરિયાતને પૂર્ણ કરવા ગ્રીન કેમ્પસમાં જ બનાવેલ બાયોગેસ પ્લાન્ટ થકી વાનગીઓ તૈયાર કરાઈ છે. કોલેજ સંકુલમાં પડતા ગ્રીન વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવે છે. તો સોલિડ વેસ્ટને રિસાયકલ કરાઈ છે.વર્ગ ખંડોમાં અને કોલેજમાં એનર્જી સેવર ઉપકરણો લગાવવામાં આવ્યા છે 
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.