New Update
/connect-gujarat/media/media_files/2025/09/01/img-20250816-wa0170-2025-09-01-20-31-43.jpg)
ભરૂચના ઝઘડિયાના માજી ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની ઝઘડિયાના શિયાલી મર્ડર કેસમાં સંડોવણી બહાર આવી છે.
૧૩ ઓગષ્ટે ઝઘડિયાના શિયાલીમાં સરપંચના પતિને ટ્રકના પૈડાં નીચે કચડી મામલો અકસ્માતમાં ખપાવી દેવાયો હતો.
પોલીસે તપાસમાં ઘટના અસ્કામત નહિ પણ હત્યા હોવાનું શોધી કાઢ્યું હતું.૩ આરોપીઓની ધરપકડ બાદ અકસ્માત સર્જનાર ટ્રક છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની હોવાનું સામે આવ્યું હતું.RTI દ્વારા માંગવામાં આવેલી માહિતીઓ મુશ્કેલી સર્જે તેમ હોવાથી અરજદારની હત્યાનું કાવતરું રચાયું હોવાનું બહાર આવ્યું છે.ધરપકડથી બચવા દિલીપ વસાવાએ આગોતરા જમીન અરજી કરી હતી જો કે મુખ્ય સરકારી વકીલ પી બી પંડ્યાએ સરકાર તરફે આગોતરા જમીન ન આપવા કોર્ટમાં દલીલો કરી હતી જે માન્ય રાખી કોર્ટે દિલીપ વસાવાને આગોતરા જમીન આપ્યા ન હતા
Latest Stories