ભરૂચ: ઝઘડિયાના MLA રિતેશ વસાવાએ ગ્રામ વિકાસ કમિશ્નરને લખ્યો પત્ર, PM આવાસ યોજનામાં બાકી રહી ગયેલ કુટુંબોના સર્વેની માંગ

પ્રધાનમંત્રી આવાસ યોજનામા કેટલાક ગામોમાં હજુ ઘણા કુટુંબોનો સર્વે રહી ગયો છે. આથી ફરીથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સોફ્ટવેર ખોલવામાં આવે તો સર્વેમાં રહી ગયેલ કુટુંબોનો સમાવેશ કરી શકાય.

New Update
ritesh vasava write letter

ભરૂચના ઝઘડિયા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા ગ્રામ વિકાસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં જણાવ્યા અનુસાર  ૧૫૨-ઝગડિયા, વિધાનસભાના ઝગડિયા તાલુકા,નેત્રંગ તાલુકા,અને વાલિયા તાલુકાના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામા  કુલ ૨૧, ૮૯૭ કુંટુંબોનો સર્વે કરવામાં આવ્યો છે જો કે કેટલાક ગામોમાં હજુ ઘણા કુટુંબોનો સર્વે રહી ગયો છે. આથી ફરીથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સોફ્ટવેર ખોલવામાં આવે તો સર્વેમાં રહી ગયેલ કુટુંબોનો સમાવેશ કરી શકાય. આ માટે કાર્યવાહી કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

Latest Stories