ભરૂચ: જ્યુબિલન્ટ ફાઉન્ડેશન દ્વારા રૂ.3 લાખના ખર્ચે સલાદરા ગામની પ્રાથમિક શાળામાં કમ્પ્યુટર લેબનું કરાયુ નિર્માણ

ભરૂચની વિલાયત જીઆઈડીસીમાં આવેલી જ્યુબિલન્ટ કંપની દ્વારા આસપાસનાં વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને ખેતીવાડીને લગતા અનેક સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે.

jubiliant
New Update

ભરૂચની વિલાયત જીઆઈડીસીમાં આવેલી જ્યુબિલન્ટ કંપની દ્વારા આસપાસનાં વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને ખેતીવાડીને લગતા અનેક સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે.

જેના ભાગરૂપે સલાદરા ગામની પ્રાથમીક શાળામાં 3 લાખના ખર્ચે તૈયાર થયેલી અત્યાધુનિક કમ્પ્યુટર લેબ અર્પણ કરાઈ હતી. જેનું ઉટ્ઘાટન વાગરા તાલુકા પંચાયતના મદદનીશ ઈજનેર મેહુલ ગામીત, સીઆરસી કોર્ડિનેટર  જયેશ પટેલ, એસોસિએટ ડાયરેકટર સીએસઆર દેવિના કલમનાં હસ્તે કરાયુ હતું. આ કાર્યક્રમમાં જ્યુબિલન્ટનાં પી.આર. હેડ અલ્કેશ રાણા, સીએસઆર ડેપ્યુટી મેનેજર સૌરવ ચક્રવતી અને તેમની ટીમના સેજલ ચૌહાણ,સલાદરાનાં મુખ્ય શિક્ષક યુસુફ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
#Bharuch News #Computer Lab
Here are a few more articles:
Read the Next Article