ભરૂચ: કન્સાઇ નેરોલેક કંપની દ્વારા 30 બહેનોને સિલાઈ મશીનનું કરાયુ વિતરણ, ફેશન ડિઝાઇનિંગની આપવામાં આવી હતી તાલીમ

ભરૂચના વાગરા તાલુકા તેમજ આસપાસના ગામોની બહેનોને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર બની શકે તેવા ઉદ્દેશ્ય સાથે કન્સાઈ નેરોલેક પેઇન્ટ્સ કંપની દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી

New Update
  • ભરૂચના વાગરામાં સેવાકાર્ય

  • કન્સાઇ નેરોલેક કંપની દ્વારા કરાયુ વિતરણ

  • 30 બહેનોને સિલાઈ મશીનનું વિતરણ

  • ફેશન ડિઝાઇનિંગની આપવામાં આવી હતી તાલીમ

  • ગ્રામજનો અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચની કન્સાઈ નેરોલેક પેઇન્ટ્સ કંપની દ્વારા 30 જેટલી મહિલાઓને ફેશન ડિઝાઇનિંગની તાલીમ અપાયા બાદ સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના વાગરા તાલુકા તેમજ આસપાસના ગામોની બહેનોને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર બની શકે તેવા ઉદ્દેશ્ય સાથે કન્સાઈ નેરોલેક પેઇન્ટ્સ કંપની દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે.
કંપની દ્વારા વાગરા જીમખાના ખાતે ૩૦ જેટલી બહેનોને ત્રણ મહિના સુધી ફેશન ડિઝાઇનિંગ કોર્સની તાલીમ આપવામાં આવી.આ તાલીમ દરમિયાન બહેનોને ડિઝાઇનર ડ્રેસ, બ્લાઉઝ, વિવિધ આઉટફિટ તૈયાર કરવાની સાથે-સાથે તૈયાર કરેલ વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કેવી રીતે કરવું તેની પણ વ્યાવસાયિક માહિતી આપવામાં આવી હતી.
તાલીમ પૂર્ણ થયા બાદ તમામ તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા,જેથી તેઓ સ્વરોજગાર શરૂ કરી શકે.સદર કાર્યક્રમમાં પ્લાન્ટ હેડ રાજેશ પટેલ, એચ.આર.મેનેજર પ્રણવ પારેખ,કમર્શિયલ મેનેજર જીગર પાઠક સહિત આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories